Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rath Yatra ended ; the three chariots returned to their respective temples

VIDEO: ઉત્સાહપૂર્ણ માહોલમાં રથયાત્રા સપન્ન; ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, આજે ગર્ભગૃહમાં બિરાજશે ભગવાન

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: ઉત્સાહપૂર્ણ માહોલમાં રથયાત્રા સપન્ન; ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા, આજે ગર્ભગૃહમાં બિરાજશે ભગવાન
સોર્સ : gstv

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા અને નગરજનોને અલૌકિક દર્શન આપ્યા હતા. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે. નગરચર્યા બાદ રાત્રે 10 વાગ્યે ભગવાન જગન્નાથ સહિત ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા હતા. જે બાદ આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આમ શાંતિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રા સપન્ન થઈ હતી. રથયાત્રાનો સમગ્ર રૂટ 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શણગારેલા ગજરાજ, ભજન મંડળી અને અખાડાઓ રથયાત્રાનું આકર્ષણનું કેંદ્ર રહ્યા હતા. મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગૂંજ્યા હતા. 

આખી રાત મંદિરના પ્રાંગણમાં જ બિરાજશે ભગવાન

રથયાત્રા દરમિયાન ભગવાન નગરચર્યા કરીને ભક્તોને દર્શન આપે છે. પરંપરા મુજબ રથયાત્રા પૂર્ણ થયા બાદ રથો મંદિર પરત આવે છે, પરંતુ ભગવાનને તરત જ ગર્ભગૃહમાં લઈ જવામાં આવતા નથી. રથયાત્રા પૂર્ણ થયા બાદની રાત્રે ભગવાન મંદિરના પ્રાંગણમાં જ વિશ્રામ કરે છે અને બીજા દિવસે શુભ મુહૂર્તે તેમને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવે છે.

30 હજાર સુરક્ષાકર્મીઓએ ખડેપગે બજાવી ફરજ

પોલીસ બંદોબસ્તમાં 10 DIG/IG, 42 SP/DCP, 93 ACP, 303 PI, 673 PSI સહિત 1100થી વધુ પોલીસ અધિકારીઓ અને 30 હજાર પોલીસકર્મીઓ, હોમગાર્ડ , SRPની ટુકડીઓ, 5 RAF, અને પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુવિંગ બંદોબસ્ત સંભાળવામાં આવ્યો હતો. આ સાથે છેલ્લા દોઢ માસથી અનેક કાર્યક્રમ દ્વારા પોલીસે કોમી એકતા અને લોકોમાં ભાઈ ચારો વધે તે કામગીરી કરી રથયાત્રાનું સફળતાપૂર્વક સપન્ન કરાવી હતી.

• AMC ઓફિસ

• ઢાળની પોળ

• રાયપુર ચકલા

• ખાડિયા

• કાલુપુર રેલવે સ્ટેશન

• કાલુપુર દરવાજા

• સરસપુર

• પ્રેમ દરવાજા

• દિલ્હી ચકલા

• શાહપુર દરવાજા

• આર.સી. હાઈસ્કૂલ

• ઘી કાંટા

• માણેકચોક

• જગન્નાથજી મંદિર  

16 Jul 2026

ભગવાનના રથ નિજ મંદિર પરત ફર્યા

16 Jul 2026

ભગવાનના રથ દિલ્હી ચકલાથી રવાના

16 Jul 2026

ગજરાજ નિજ મંદિરે પરત ફર્યા

16 Jul 2026

ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચ્યા, દરિયાપુરમાં હર્ષ સંઘવીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

16 Jul 2026

ત્રણેય રથ કાલુપુરથી રવાના, હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી રથયાત્રામાં જોડાશે

16 Jul 2026

મહંત-પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે કબૂતર ઉડાડી કબૂતર ઉડાડી આપ્યો શાંતિનો સંદેશ

16 Jul 2026

ત્રણેય રથ કાલુપુર પહોંચ્યા, દરિયાપુરમાં મેઘરાજાના અમી છાટણા

16 Jul 2026

ટેબ્લો અને અખાડા સરસપુરથી પરત ફર્યા

16 Jul 2026

ગજરાજ સરસપુરથી પરત ફર્યા

16 Jul 2026

સરસપુરમાં ભગવાનનું મામેરું

16 Jul 2026

સરસપુર પહોંચ્યા ભગવાનના રથ

16 Jul 2026

સરસપુરમાં ભક્ત બેભાન થતા 108થી હોસ્પિટલ ખસેડાયા

16 Jul 2026

સરસપુરમાં મહાપ્રસાદનો મહિમા

16 Jul 2026

ખાડિયામાં પહોંચ્યા ભગવાનના રથ

16 Jul 2026

કંટ્રોલ રૂમથી સુરક્ષા પર નજર

16 Jul 2026

ખાડિયામાં ગુંજ્યા ભક્તિના સૂર

16 Jul 2026

AMC પહોંચ્યા ભગવાનના રથ

16 Jul 2026

કાલુપુર પાર કર્યો ટ્રક કાફલો

16 Jul 2026

સરસપુર પહોંચ્યો ટ્રકોનો કાફલો

16 Jul 2026

મોસાળમાં ધમધમ્યા ભંડારા

16 Jul 2026

ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

16 Jul 2026

અખાડાઓનો કાફલો કાલુપુર ચાર રસ્તા પહોંચ્યો

16 Jul 2026

સરસપુરમાં મામેરાની તૈયારીઓ શરૂ

16 Jul 2026

રંગબેરંગી ટેબ્લોએ જમાવી ધૂમ

16 Jul 2026

ખાડિયામાં ગુંજ્યો 'જય જગન્નાથ'નો નાદ

16 Jul 2026

સરસપુર તરફ આગળ વધ્યા ગજરાજ

16 Jul 2026

ટ્રકો કાલુપુરથી સરસપુર તરફ રવાના

16 Jul 2026

સરસપુર પહોંચ્યા ગજરાજ

16 Jul 2026

જમાલપુરમાં રથયાત્રા ધીમી પડી

16 Jul 2026

કાલુપુરમાં પહોંચ્યા ગજરાજ

16 Jul 2026

મોસાળમાં મહાપ્રસાદની ભવ્ય તૈયારી

16 Jul 2026

સરસપુરમાં ભક્તો માટે મહાપ્રસાદની તૈયારી

16 Jul 2026

'હોર્મુઝ પાર'ના પોસ્ટર સાથેનો અનોખો ટેબ્લો

16 Jul 2026

AMC કચેરીએ ગરબાની રમઝટ

16 Jul 2026

અખાડામાં બાળાઓ અને બાળકોએ દેખાડ્યા અદભૂત શૌર્ય કરતબ

16 Jul 2026

ખાડિયામાં પહોંચ્યાં સુશોભિત ટ્રકો

16 Jul 2026

ખાડિયામાં પહોંચ્યા ગજરાજ, ગુંજ્યો 'જય જગન્નાથ'નો નાદ

16 Jul 2026

હાથીઓની સુરક્ષા માટે ખાસ તકેદારી

16 Jul 2026

મુસ્લિમ સમાજે ભક્તિભાવથી કર્યું રથયાત્રાનું સ્વાગત

16 Jul 2026

જમાલપુર પગથિયા પાસે ટ્રકોનો કાફલો અટક્યો

16 Jul 2026

ઢાળની પોળ પહોંચ્યા ગજરાજ, ભક્તોમાં ઉમટ્યો ઉત્સાહ

16 Jul 2026

એન્ટી ડ્રોનગન એક્ટિવ

16 Jul 2026

હાથી પર લગાવાયા જાયરોસ્કોપ

16 Jul 2026

PM મોદીએ પાઠવી શુભેચ્છા

16 Jul 2026

વિવિધ ટેબ્લો સાથેની ટ્રકોનું નગરમાર્ગે પ્રસ્થાન

16 Jul 2026

ગજરાજના પ્રસ્થાન સાથે નગરચર્યા

16 Jul 2026

45 હજાર કિલો મગ

16 Jul 2026

ત્રણેયના રથની સુરક્ષા માટે ASP, DCP, DySP અને PI રહેશે તહેનાત

16 Jul 2026

દવે પરિવાર ને મળ્યું મામેરું કરવાનું પરમ સૌભાગ્ય, વૃંદાવનના વાઘા અને માણેકચોકના અલંકારોએ જમાવ્યું આકર્ષણ

16 Jul 2026

ઝરણા પંચાલે પોતાની ભક્તિ અને કળાનો અદ્દભૂત સમન્વય સાધીને ગજરાજો પર વિશેષ થીમ આધારિત પેઇન્ટિંગ કર્યું 

16 Jul 2026

ટ્રક સંચાલકો અને ડ્રાઈવરોનું આધાર એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન

16 Jul 2026

 'વોઇસ AI' સિસ્ટમ તૈયાર કરાઈ

16 Jul 2026

આ રથયાત્રાની વિશેષતા

16 Jul 2026

ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નગરચર્યાએ નીકળ્યા

16 Jul 2026

ગજરાજ પર હવે GPSથી નજર

16 Jul 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા

16 Jul 2026

ભગવાન જગન્નાથ રથમાં સવાર થઇ નીકળ્યા નગરચર્યાએ