VIDEO: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરે કોંગ્રેસ નેતાઓએ કરી રથપૂજા
સોર્સ : gstv
અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે, ત્યારે રથયાત્રા પૂર્વે આજે કોંગ્રેસનું એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન જગન્નાથ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોહિલ સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓએ મંદિર પરિસરમાં આવીને ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીના ભાવપૂર્વક દિવ્ય દર્શન કર્યા હતા. પ્રભુના દર્શન કર્યા બાદ તમામ નેતાઓએ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ ડેલિગેશન દ્વારા પરંપરાગત રીતે ત્રણેય પવિત્ર રથોની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી..

