VIDEO: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો સોનાની વરખ જડિત ચાંદીનો 'એકતા રથ'!
સોર્સ : gstv
અમદાવાદમાં ૧૬ જુલાઈના રોજ નીકળનારી ૧૪૯મી જગન્નાથ રથયાત્રા પૂર્વે કોમી એકતા અને ભાઈચારાનો અનોખો નજારો જોવા મળ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંતને વિધિવત રીતે 'એકતા રથ' અર્પણ કરવામાં આવ્યો છે. મુસ્લિમ આગેવાન રઉફ બંગાલી દ્વારા ૧૫ દિવસની ભારે જહેમત બાદ ૩૦૦ ગ્રામથી વધુ ચાંદીનો ઉપયોગ કરીને ત્રણ ઘોડાવાળો આ આકર્ષક રથ તૈયાર કરાયો છે, જેમાં પ્રથમ વખત સોનાની વરખ પણ ચઢાવવામાં આવી છે. ગુજરાતના કોમી રમખાણો બાદ શાંતિ અને સૌહાર્દ સ્થાપવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. યુવા પેઢી સુધી ભાઈચારાનો સંદેશ પહોંચાડતો આ સુંદર એકતા રથ આગામી રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

