મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શાહપુરમાં વીજળી પડતા મકાનો, ઈલેક્ટ્રીક ઉપકરણોને નુકસાન

અમદાવાદના શાહપુર વિસ્તારમાં કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના સ

તસવીર: gstv

અમદાવાદના શાહપુર વિસ્તારમાં કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના સામે આવી છે. હલીમની ખડકી પાસે આવેલી કાદરીની ચાલીમાં વીજળી પડતાં પાંચથી સાત મકાનોને અસર પહોંચી છે. ઘટનાના કારણે અનેક ઘરોમાં ટીવી, પંખા સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ થઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વીજળી પડ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો