મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વરસાદમાં મકાન ધરાશાયી, છનાં મોત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં સતત વરસાદ વચ્ચે એક મકાન અચાનક ધરાશાયી થતાં દુર્ઘટનામાં છ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં સતત વરસાદ વચ્ચે એક મકાન અચાનક ધરાશાયી થતાં દુર્ઘટનામાં છ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ, સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ ભારે વરસાદના કારણે મકાન નબળું પડી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો