મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાવીજેતપુરના રાસલીની હોસ્ટેલનું બિલ્ડીંગ જર્જરિત, વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે

છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આદર્શ નિવાસી શાળા આવેલી છે. કેમ્પસમાં શાળાનું બિલ્ડીંગ અને હોસ્ટેલ બિલ્ડીં

છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આદર્શ નિવાસી શાળા આવેલી છે. કેમ્પસમાં શાળાનું બિલ્ડીંગ અને હોસ્ટેલ બિલ્ડીંગ આવેલું છે. જયારે 240થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. જયારે હોસ્ટેલ બિલ્ડીંગ જર્જરિત થતા આદર્શ નિવાસી શાળાના સ્કૂલના ઓરડામા બાળકોને રહેવા માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે. હાલ તો હોસ્ટેલ બિલ્ડીંગનું જર્જરિત મકાન ગમે ત્યારે તૂટી પડે તેમ છે. જયારે કેમ્પસમાં આ જર્જરિત બિલ્ડીંગ હોવાથી બાળકો કેમ્પસમાં રમતા હોય ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. જયારે તંત્રના અધિકારીઓ હોસ્ટેલ બિલ્ડીંગ રીપેરીંગ કરવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી. સરકાર આદિજાતિ વિભાગને કરોડો રૂપિયાની ગ્રાંટો આદિવાસી બાળકોના શિક્ષણ માટે ફાળવે છે. પરંતુ તંત્રના અધિકારીઓ ધ્યાન આપતા નથી. થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાનું બિલ્ડીંગ ધરાશય થયું હતું. તેવી ઘટનાના બને તે માટે તંત્ર આગોતરું આયોજન કરે તે જરૂરી બન્યું છે. હાલ તો નાની રાસલી ગામે શાળાના બિલ્ડીંગમાં હોસ્ટેલ હોવાથી ઓરડાઓની પણ ઘટ પડી રહી છે.

આ પણ વાંચોઃછોટાઉદેપુરના રાસલીની હોસ્ટેલના બેહાલ, તૂટેલા પલંગ ઉપર 3 વર્ષથી ગાદલાં નથી બદલાયાં

આ સમાચાર શેર કરો