VIDEO: અમૃતસરમાં હોસ્પિટલ ઓપીડી સેવાઓ બંધ
પંજાબના અમૃતસરમાં વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓએ હડતાળ પાડતાં હોસ્પિટલની ઓપીડી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી . ક

પંજાબના અમૃતસરમાં વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓએ હડતાળ પાડતાં હોસ્પિટલની ઓપીડી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી . કર્મચારીઓ લાંબા સમયથી પડતર માંગો પૂરી કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યા હતા ઓપીડી સેવાઓ બંધ રહેવાને કારણે સારવાર માટે આવેલા સવારથી જ સેંકડો દર્દીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર-દૂરથી આવેલા દર્દીઓ અને તેમના સગાંઓ હોસ્પિટલના પરિસરમાં લાઈનો લગાવીને પરેશાન થતા જોવા મળ્યા હતા. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. વહીવટીતંત્ર પરિસ્થિતિ ઉકેલવા પ્રયાસ કર્યા હતા




