મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજસ્થાનના બાલોતરામાં ભયાનક માર્ગ અકસ્માત

રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભંડિયાવાસ ગામ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત

તસવીર: gstv

રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભંડિયાવાસ ગામ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કાર સામેથી આવતા ડમ્પર સાથે જોરદાર ભટકાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પચપદ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડુંગરામ ખોથ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો