મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વાહનચોર ગેંગનો આતંક, રાજસ્થાનના બે શખ્સો સહિત ૩ની ધરપકડ, ૧૫ બાઇક જપ્ત

અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગનો મોટો પર્દાફાશ LCB

અમદાવાદમાં વાહન ચોરી કરતી ગેંગનો મોટો પર્દાફાશ LCB ઝોન-4 પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. રાજસ્થાનના બે સાગરીતો સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા 4.50 લાખની કિંમતની 15 ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી સાથે અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનમાં નોંધાયેલા કુલ 11 વાહન ચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો છે. આરોપીઓ શહેરમાં મજૂરી કામ માટે આવતા અને અવરજવર માટે બાઈક ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું ખુલ્યું છે. ચોરાયેલા વાહનોને તેઓ અવાવરુ જગ્યાએ છુપાવી દેતા હતા. પોલીસે સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો