VIDEO: વાયનાડમાં ભયાનક ભૂસ્ખલન, બચાવ કામગીરી
કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ભૂસ્ખલનની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ ક

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ભૂસ્ખલનની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કાટમાળ ધસી આવતા અનેક ઘરો ધરાશાયી થયા છે અને ઘણા લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફ ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો કાદવ-કીચડ અને પ્રતિકૂળ હવામાનની વચ્ચે બચાવ કાર્યમાં વ્યસ્ત છે. સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.




