VIDEO: વાયનાડમાં ભૂસ્ખલનમાં વધુ એક મૃતદેહ મળ્યો
કેરળના વાયનાડ જિલ્લામાં સર્જાયેલી ભયાનક ભૂસ્ખલનની આપત્તિમાં મૃત્યુઆંક 5 થયો છે. તાજેતરમાં જ બચાવ કામગીરી દરમિયાન

કેરળના વાયનાડ જિલ્લામાં સર્જાયેલી ભયાનક ભૂસ્ખલનની આપત્તિમાં મૃત્યુઆંક 5 થયો છે. તાજેતરમાં જ બચાવ કામગીરી દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ પહાડી વિસ્તારમાં ભારે વરસાદને મોટાપાયે જમીન ધસી પડતાં અનેક ઘરો અને પરિવારો પળવારમાં કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટનાના દિવસથી જ ભારતીય સેના, NDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. પ્રતિકૂળ હવામાન અને સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ બચાવકર્મીઓ કાટમાળ હટાવીને ગુમ થયેલા લોકોને શોધવા માટે દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે, જ્યાં તેમને તબીબી સહાય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.




