મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવપોઢી એકાદશીએ શ્રી વિઠ્ઠલનાથજીની ઐતિહાસિક શોભાયાત્રા

વડોદરામાં દેવપોઢી એકાદશીના પાવન પર્વે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ભક્તિભ

તસવીર: gstv

વડોદરામાં દેવપોઢી એકાદશીના પાવન પર્વે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ભક્તિભાવ સાથે યોજાયો. રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે પૂજન-અર્ચન બાદ સોના-ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું. હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર પાસે કેદારેશ્વર મહાદેવ ખાતે હરિ-હર મિલન યોજાયું હતું.
વર્ષો જૂની પરંપરા મુજબ પંઢરપુર જઈ ન શકતા વારકરી સમાજના ભક્તો માટે આ વરઘોડો વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યો છે.

આ સમાચાર શેર કરો