Video: નવરાત્રિમાં કાયદો-વ્યવસ્થા જાળવવા હિન્દુ સંગઠનોની માંગ

નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે આ પર્વ શાંતિપૂર્વક ઉજવાય

નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે આ પર્વ શાંતિપૂર્વક ઉજવાય તેના માટે હિન્દૂ સંગઠનો મેદાને આવ્યા છે. ભગવા સેનાએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની જવાબદારી સરકારની છે. પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપવા માંગ કરાઈ છે. માત્ર શેરી અને મંદિરમાં ચાલતા ગરબા મોડા સુધી ચાલવા જોઈએ. લવ જેહાદ જેવી પ્રવૃત્તિ પર સકંજો કસવો જોઈએ. ઉપરાંત નોન વેજ વાનગીઓ પર પ્રતિબંધ મુકવા પણ માંગ કરાઈ છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત