મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટ મનપા દ્વારા 11 મંદિરોનું ડિમોલિશન કરાતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 11 જેટલા મંદિરોના ડિમોલિશન બાદ હિન્દુવાદી સંગઠનોમ

તસવીર: GSTV

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 11 જેટલા મંદિરોના ડિમોલિશન બાદ હિન્દુવાદી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાના TPO સહિતના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી સામે સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે શહેરના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખને અગાઉ જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. મંગેશ દેસાઈએ આરોપ લગાવ્યો છે કે બે ધારાસભ્યોએ ફોન પણ ઉપાડ્યા નહોતા. સંગઠનો દ્વારા આગામી સમયમાં આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સાથે જ ભાજપ અને તેના હોદ્દેદારો પર પણ પ્રહારો કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો