VIDEO: સાબરકાંઠા / શાળાના વિદાય સમારંભમાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓની સ્કોર્પિયો પલટી, 2ના મોત
સાબરકાંઠાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર કાર પલ્ટાતા અકસ્માત સર્જયો છે. વિદ
સાબરકાંઠાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર કાર પલ્ટાતા અકસ્માત સર્જયો છે. વિદાય સમારંભમાં હાજરી આપવા કેટલાક યુવાનો આ કારમાં આવ્યા હતા. દસમા ધોરણના વિદાય સમારંભથી પરત ફરતા સમયે કારને અકસ્માત નડ્યો હતો. આજે સ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો હતો.
દુર્ઘટનામાં બેના મોત નિપજ્યા
રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ આ કારમાં સવાર હતા. લાલપુર પાટિયા પાસે ડ્રાઈવરે સ્ટીરંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બેના મોત નિપજ્યા છે, અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.




