VIDEO: વડોદરા એમએસયુ કોન્વોકેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા: રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં વીઆઈપી હરોળમાંથી ભાજપના નેતાઓ અને કમિશનરને ઉઠાવાયા
મહારાજા સયાજીરાવ યુનિવર્સિ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના મહાનુભાવોની હાજરી વચ્ચે બેઠક વ્યવસ્થાને લઈને ચકચારી ઘટના સામે આવી છે….કોન્વોકેશન દરમિયાન વીઆઈપી હરોળમાં બેઠેલા ભાજપના શરુઆતના અગ્રણીઓને અચાનક પોતાની બેઠક છોડીને ઊભા થવું પડ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે....આ ઘટનામાં ભાજપના શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સહિતના હોદ્દેદારો અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પ્રભારીને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું.... આ અગ્રણીઓને આગલી હરોળમાં બેસાડ્યા બાદ ત્યાંથી ખસેડવામાં આવતા સમગ્ર કાર્યક્રમમાં ચર્ચાનો વિષય બન્યો હતો.




