મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાળકીની ઓળખ છતી કરવા મામલે FIR રદ કરવાની પ્રગતિ આહિરની અરજી ફગાવતી હાઈકોર્ટ

રાજકોટમાં ૬ વર્ષની બાળકી સાથે થયેલા કથિત

તસવીર: gstv

રાજકોટમાં ૬ વર્ષની બાળકી સાથે થયેલા કથિત દુષ્કર્મ કેસમાં સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો પોસ્ટ કરવા મામલે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બાળકીનો ચહેરો બ્લર હોવા છતાં આસપાસનો વિસ્તાર અને પરિવારજનો દેખાતા હોવાના આક્ષેપ સાથે આટકોટ પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ નોંધેલી FIR રદ કરાવવા તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. જોકે, હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, સગીર પીડિતાની ઓળખ છતી કરવા બદલ પ્રથમદર્શનીય કેસ બને છે અને બાળકની ગોપનીયતાને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ માહિતી જાહેર કરી શકાય નહીં. કેસમાં ટ્રાયલ જરૂરી હોવાનું જણાવી હાઈકોર્ટે FIR રદ કરવાની અરજી ફગાવી દીધી છે.

આ સમાચાર શેર કરો