VIDEO:આણંદ માસુમ બાળકીની હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
આણંદના વાસદ રેલ્વે સ્ટેશન પર સૂતેલી ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને હત્યા કરનાર આરોપ

આણંદના વાસદ રેલ્વે સ્ટેશન પર સૂતેલી ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને હત્યા કરનાર આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. બોચાસણ નજીકથી ઝડપાયેલા આરોપીને વાસદ લઈ જતી વખતે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો અને છુપાવેલા ચાકુથી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. આમાં કોન્સ્ટેબલ મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ ઈજાગ્રસ્ત થયા... પરિસ્થિતિ વિકટ બનતાં પીએસઆઈ આઈ.જી. રાણાએ પ્રથમ હવામાં ફાયરિંગ કરી ચેતવણી આપી, ત્યારબાદ પગમાં ગોળી મારી. આરોપીએ હુમલો ચાલુ રાખતાં પાંચ રાઉન્ડ ફાયરિંગમાં તેનું ઘટનાસ્થળે મોત થયું. આરોપી અગાઉ પણ દુષ્કર્મ-હત્યાના કેસમાં સંડોવાયેલો હતો. CCTVમાં અપહરણનો વીડિયો પણ કેદ થયો હતો.


