મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુરુગ્રામમાં ભારે વરસાદથી જળબંબાકાર: રસ્તાઓ પાણીમાં ગરકાવ

હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં સતત ધોધમાર વરસાદ પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો, અંડરપા

તસવીર: gstv

હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં સતત ધોધમાર વરસાદ પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રાજીવ ચોક, ગોલ્ફ કોર્સ રોડ અને દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે જેવા અગ્રણી વિસ્તારોમાં કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો રસ્તા પર બંધ પડી ગયા હતા અને વાહનચાલકોને કલાકો સુધી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાનગી કંપનીઓ તથા આઈટી ઓફિસોને કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' આપવાની અપીલ કરી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેતી રાખવા માટે કંટ્રોલ રૂમ દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે પાલિકાની રાહત ટીમો પંપો દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી કરી રહી છે.

આ સમાચાર શેર કરો