VIDEO: અમદાવાદમાં ભારે વરસાદથી વેજલપુરમાં ઘૂંટણસમા પાણી ભરાયા
અમદાવાદમાં મેઘરાજાની મહેરબાન સવારી વચ્ચે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સતત ખાબકેલા વરસ

અમદાવાદમાં મેઘરાજાની મહેરબાન સવારી વચ્ચે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સતત ખાબકેલા વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વેજલપુરના સોનલ સિનેમા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી અવરજવર કરવા માટે નાગરિકો જીવના જોખમે પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી આ સ્થિતિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




