VIDEO: ઢાકામાં ભારે વરસાદથી જળબંબોળ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે સવારથી શરૂ થયેલા મૂસળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારના પ્રચંડ વરસા

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે સવારથી શરૂ થયેલા મૂસળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારના પ્રચંડ વરસાદને લીધે ઢાકા શહેરના મધ્ય વિસ્તાર અને ખાસ કરીને શાંતિનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અઠવાડિયાના પ્રથમ કામકાજના દિવસે જ રસ્તાઓ ઘૂંટણસમા પાણીમાં ડૂબી જતાં ઓફિસે જનારા કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારના દ્રશ્યોમાં અનેક વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.




