VIDEO: ડોડા જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ઠાઠરી વિસ્તારમાંથી આકાશી આફત અને કુદરતી પ્રકોપના

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ઠાઠરી વિસ્તારમાંથી આકાશી આફત અને કુદરતી પ્રકોપના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. પહાડી વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે અચાનક પૂર અને મોટું ભૂસ્ખલન થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. પહાડો પરથી ધસી આવેલા કાદવ, માટી અને તોતિંગ પથ્થરોના કાટમાળના લીધે મુખ્ય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ડ્રોન કેમેરાથી લેવામાં આવેલા દ્રશ્યોમાં પહાડો પરથી ધસમસતો પાણીનો પ્રવાહ અને રસ્તાઓ પર પથરાયેલો વિરાટ કાટમાળ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના કારણે બંને બાજુ સેંકડો વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરો તથા સ્થાનિક લોકો વચ્ચે ભારે હાલાકી સર્જાઈ છે.




