VIDEO: સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરવામા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લા શિક્ષણ અધિકારીએ આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. ભારે વરસાદની સ્થિતિમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના શિક્ષકોને પણ રજા રાખવા સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગે સુરતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્રે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.




