મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વરિયાવ અને આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી

સુરતના વરિયાવ અને આઉટર

તસવીર: gstv

સુરતના વરિયાવ અને આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટતા લોકોની મુશ્કેલી વધી છે. પુલના બંને તરફના રસ્તા ધોવાઈ જતા હાલ માત્ર એક નાની કેડી બચી છે, જેમાંથી વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નાના બાળકો અને સ્થાનિક લોકો માટે પણ આ માર્ગ જોખમી બન્યો છે. પાલિકા દ્વારા માત્ર પતરાના બેરીકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ કાયમી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ખાડી પુલ તૂટ્યાને સમય વીતી ગયો હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે આ પુલનું કામ ક્યારે પૂર્ણ થશે અને સુરક્ષિત માર્ગ ક્યારે મળશે.

આ સમાચાર શેર કરો