મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: NEWS AFTERNOON / F-35 ફાઇટર જેટ ડીલ પર ટ્રમ્પનો જવાબ, શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, સુરતમાં 2.67 કરોડનું લોકર કૌભાંડ

ઇરાકમાં યુએસ એમ્બેસી પ

ઇરાકમાં યુએસ એમ્બેસી પાસે ધમાકા

ઉત્તરી ઇરાકના ઇરબિલમાં મંગળવારે વહેલી સવારે ઈરાની ડ્રોન દ્વારા અનેક હુમલા કરાયા. અમેરિકી વાણિજ્ય દૂતાવાસ નજીક થયેલા આ બ્લાસ્ટમાં વિસ્તારોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રોન રિકવર કર્યા છે.

 F-35 ફાઇટર જેટ ડીલ પર ટ્રમ્પનો જવાબ

અમેરિકા અને તુર્કી વચ્ચે F-35 ફાઇટર જેટ ડીલ પર વાતચીત તેજ થઈ છે. ઇઝરાયેલના વિરોધ પર ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વિદેશી નેતા અમેરિકાના શસ્ત્ર વેચાણ અને ડીલના નિર્ણયોને પ્રભાવિત કરી શકે નહીં.

 PoKમાં ગોળીબાર, 14ના મોત

PoKમાં સ્થાનિકોના વિરોધ પ્રદર્શન પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 14 આંદોલનકારીઓના મોત થયા છે. સ્થિતિ વણસતાં સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર

શ્રીલંકા સામેની ૨ ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. આગામી ૭ ઓગસ્ટથી કોલંબોમાં પ્રેક્ટિસ મેચ રમાશે. આ સિરીઝ માટે શુભમન ગિલને કેપ્ટન અને કે.એલ. રાહુલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

 CJPની આંદોલનની ચીમકી બાદ ફરી ઝૂકી સરકાર

દિલ્હીમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સફળ બેઠક યોજાઈ. મધ્યસ્થી બાદ બિહાર અને અસામ સરકારે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં મેઘરાજાનું એલર્ટ 

ગુજરાતમાં સરેરાશ ૨૪ કલાકમાં વરસાદનું પ્રમાણ વધતાં કુલ પચાસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 1 અઠવાડિયા સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ યથાવત છે.

છોટાઉદેપુરના નગરપાલિકા પ્રમુખ સસ્પેન્ડ

બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના પ્રમુખ મંજુલાબેન કોળીને કલેક્ટરે સસ્પેન્ડ કર્યા છે. પ્રમુખપદ રદ થતાં બેઠક ખાલી પડી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સુરતમાં 2.67 કરોડનું લોકર કૌભાંડ

સુરતના 'નક્ષત્ર સેફ હાઉસ'માં કાવતરું રચી લોકર બ્રેકરની મદદથી 6 ગ્રાહકોનું 206 તોલા સોનું ચોરાયું! ઘટના બાદ ગ્રાહકોમાં ભારે અફરાતફરી મચી છે. પોલીસે BNS હેઠળ ગુનો નોંધી માલિક અને તેના બે પુત્રોને ઝડપી પાડ્યા છે.

આ સમાચાર શેર કરો