મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં પૂરનું સંકટ સર્જાયું, જુઓ ડ્રોન વીડિયો

રાજ્ય પર ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. વલસાડ, નવસારી સહિત

રાજ્ય પર ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી જ ધોધામર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદીની જળસપાટીના સ્તરોમાં પણ વધારો થયો છે. નવસારી શહેરની નજીકથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થતા શહેર પર વધુ એકવાર પૂરનું સંકટ સર્જાયું છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

સોમવારે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યભરમાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં  ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો