મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં પૂર, ૧૮ રસ્તા બંધ

ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વઘઈમાં ૭.૬૦ ઇંચ, આહવામા

તસવીર: gstv

ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વઘઈમાં ૭.૬૦ ઇંચ, આહવામાં ૫.૫, સાપુતારામાં ૪.૮૦ અને સુબીરમાં ૪.૨૫ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ બે કાંઠે વહેતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વઘઈ તાલુકાના ૧૮ માર્ગો તેમજ સુસરદા, ચિખલદા અને આંબાપાડાના લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. જોખમી રીતે રસ્તા ઓળંગવાને બદલે લોકોને વૈકલ્પિક માર્ગ વાપરવા વહીવટી તંત્રે અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો