VIDEO: લાંબા વિરામ બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ, શહેરના બે અંડરપાસ પાણીમાં ગરકાવ
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે લાંબા
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
સરખેજ, પ્રહ્લલાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
અમદાવાદના સરખેજ, પ્રહ્લલાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના લીધે એસ.જી હાઇવે સહિત શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા.
શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો અને રોડ પણ પાણી ભરાયા હતા. જેના લીધે સ્કૂલના બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિ. કર્મચારીઓ ગટરોના ઢાંકણા ખોલી પાણી કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદના લીધે અખબાર નગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.




