મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

આણંદ જિલ્લામાં આગામી બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ

તસવીર: gstv

આણંદ જિલ્લામાં આગામી બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહી કાંઠાના 27 ગામો તેમજ ખંભાત તાલુકાના 14 ગામોમાં વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. તમામ વિભાગોના અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક કામગીરી કરી શકાય. બે દિવસ શાળાઓ અને કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો