Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rain forecast in Ahmedabad: All schools and colleges will be closed tomorrow on July 31

અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી: આવતીકાલે 31 જુલાઈએ તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી: આવતીકાલે 31 જુલાઈએ તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે
સોર્સ : gstv

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરની સૂચનાથી તંત્ર દ્વારા 31મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

App Store

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓને આદેશ લાગુ

જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ આદેશ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. જેમાં તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તમામ અધ્યાપન મંદિરો તેમજ કોલેજો આ સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓને તાત્કાલિક જાણ કરવા તાકીદ

જિલ્લા વહીવટીતંત્ર અને DEO દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, રજા અંગેની માહિતી વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી WhatsApp, SMS કે અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક પહોંચાડવામાં આવે. આ સાથે જ અફવાઓથી બચીને આગામી સમયમાં તંત્ર દ્વારા મળતી માત્ર અધિકૃત સૂચનાઓનું જ ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News