મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોર્પોરેશન ટીમ પર હુમલો

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોર્પોરેશનની એસ્ટેટ ટ

તસવીર: gstv

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોર્પોરેશનની એસ્ટેટ ટીમ અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બબાલ સર્જાઈ હતી. ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ રસ્તા પરના દબાણ દૂર કરવા પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન શાકભાજીની લારીઓ જપ્ત કરવાની કામગીરી હાથ ધરાતા કેટલાક વિક્રેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન હોબાળો મચ્યો અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે ધક્કામુક્કી તેમજ મારામારી થઈ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ઘટનાને પગલે કામગીરી થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. બાદમાં કોર્પોરેશન દ્વારા સરકારી ફરજમાં અડચણ અને કર્મચારીઓ પર હુમલાના મામલે સંબંધિત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો