VIDEO: અમદાવાદમાં સગીર વાહનચાલકો સામે DEOની લાલ આંખ
અમદાવાદમાં સ્કૂલોમાં વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ અંગે ડીઇઓ દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. ૧૮ વર્ષથી

અમદાવાદમાં સ્કૂલોમાં વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ અંગે ડીઇઓ દ્વારા કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી લાઇસન્સ વગર વાહન લઈને આવશે તો તેને શાળા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેમજ હેલ્મેટ વગર વાહન ચલાવનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે.આગામી ૭ દિવસમાં તમામ શાળાઓમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજવા આદેશ અપાયો છે. પ્રાર્થના સભા અને વર્ગખંડોમાં માર્ગદર્શન આપી નિયમોનું પાલન કરાવવા અને ભંગ થવા પર વાલીઓને જાણ કરવા તાકીદ કરાઈ છે.




