અમદાવાદમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશને અનુસરી જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓ અને શાળા સંચાલકોને સાવચેતી રાખવા તેમજ અનાવશ્યક બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદની સંભાવનાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સતત સતર્ક છે.
વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે આવતીકાલે અમદાવાદ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે.

