VIDEO: હિમાચલ પ્રદેશના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, કુલ્લુ અને સિરમોર જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે

હવામાન વિભાગ દ્વારા હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, કુલ્લુ અને સિરમોર જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં સતત બદલાઈ રહેલા હવામાનને કારણે આ જિલ્લાઓમાં મુસળધાર વરસાદ, વાદળફાટ અને ભૂસ્ખલન થવાની મોટી શક્યાતાઓ સેવાઈ રહી છે. વરસાદના કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે, જેથી સગર્ભા મહિલાઓ, બાળકો અને સ્થાનિક નાગરિકોને નદી-નાળાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. સૈલાણીઓ અને સ્થાનિક લોકોને પહાડી વિસ્તારો અને ભૂસ્ખલન પ્રભાવિત રસ્તાઓ પર બિનજરૂરી મુસાફરી ટાળવા તથા સુરક્ષિત સ્થળોએ રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે.




