VIDEO: વલસાડમાં ઘોડાપૂર વચ્ચે NDRFનું દિલધડક રેસ્ક્યુ
વલસાડની વાંકી નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે પાલિહિલ વિસ્તારમાં ત્રણ મજૂરો જીવના જોખમે ફસાઈ ગયા હતા. વલસ

વલસાડની વાંકી નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે પાલિહિલ વિસ્તારમાં ત્રણ મજૂરો જીવના જોખમે ફસાઈ ગયા હતા. વલસાડ નગરપાલિકાના એસટીએફ પ્લાન્ટમાં કામ દરમિયાન JCBમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા NDRFની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે પાણીના પ્રવાહ વચ્ચે ટીમે દિલધડક કામગીરી કરીને ત્રણેય મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સફળ રેસ્ક્યુ બાદ તમામ મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. NDRFની ઝડપી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.




