VIDEO : Halol નગરપાલિકાનું માર્કેટ વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું, દબાણ હટાવો ઝુંબેશ કરી તેજ
પંચમહાલના હાલોલ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. શાક માર્કેટ વિસ્તારમાં ર
પંચમહાલના હાલોલ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી છે. શાક માર્કેટ વિસ્તારમાં રોડની બંને તરફ વરસાદી ગટરના સ્લેબ પર વર્ષોથી ઉભી કરી દેવાયેલી ગેરકાયદે કેબિનો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.માર્કેટમાં હાલ રોડ નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ગટરની સફાઈના બહાને આ પતરાની કેબિનોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તમામ ગેરકાયદે કબજા દૂર કરી નિયમ મુજબ જ જગ્યા ફાળવવામાં આવશે.


