VIDEO: હાલોલ મામલતદાર કચેરીના કર્મચારીઓનો વિરોધ: નવી બદલી નીતિ સામે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી
રાજ્ય સરકારની નવી નીતિના વિરોધમાં હાલોલ મામ

રાજ્ય સરકારની નવી નીતિના વિરોધમાં હાલોલ મામલતદાર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી હતી. કર્મચારીઓની વતનના જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના નવા નિયમ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ રેવન્યુ તલાટીની ફરજ બજાવવાના બદલાયેલા ધારાધોરણો અને નવા ઠરાવના અમલીકરણનો પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયોથી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે અને આગામી દિવસોમાં આ વિરોધ વધુ વ્યાપક બને તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.




