VIDEO: ગુરુગ્રામ મહિલા બાઈકર અકસ્માત કેસ: ડ્રાઈવર અને સહ-આરોપી ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
ગુરુગ્રામની અદાલતે મહિલા બાઈકરને ટક્કર મારવાના કેસમાં ઝડપાયે

ગુરુગ્રામની અદાલતે મહિલા બાઈકરને ટક્કર મારવાના કેસમાં ઝડપાયેલા ડ્રાઈવર કલ્યાણ બૈંસલા અને સહ-આરોપી લવનીશને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ મેજિસ્ટ્રેટ નિધિ બેનીવાલે આ આદેશ આપ્યો હતો. આ બંનેની મંગળવારે રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. સેક્ટર ૫૫ અને ૫૬ પોલીસ સ્ટેશનમાં તેમની સામે હત્યાનો પ્રયાસ, બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, પીછો કરવો તેમજ મહિલાની મર્યાદાનું અપમાન કરવા સહીત ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




