VIDEO: ગુજરાત સરકારનો રાજ્યના ખાંડ ઉદ્યોગ અને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યના ખાંડ ઉદ્યોગ અને 2 લાખથી વધુ

ગુજરાત સરકારે રાજ્યના ખાંડ ઉદ્યોગ અને 2 લાખથી વધુ શેરડી પકવતા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા સહકારી ખાંડ મંડળીઓ પરનો અંદાજિત 1,500 કરોડનો આવકવેરાનો બોજો હટાવી દીધો છે. વર્ષ 2007 થી 2014, 2015 દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને સરકારે સત્તાવાર મંજૂરી આપતા, બારડોલી અને ચલથાણ જેવી સુગર મિલો પર તોળાતું આર્થિક સંકટ હવે દૂર થશે. કેન્દ્ર સરકારના 2023ના ઇન્કમટેક્સ કાયદાના સુધારા બાદ, રાજ્યની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોના આધારે લેવાયેલો આ નિર્ણય દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ માટે 'સંજીવની' સમાન સાબિત થયો છે, જે ન માત્ર મિલોનું અસ્તિત્વ બચાવશે પરંતુ ખેડૂતોને પણ મોટી આર્થિક રાહત આપશે.



