VIDEO: ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ જાહેર; દીકરીઓએ ફરી મારી બાજી, નર્મદા જિલ્લો રાજ્યમાં અવ્વલ
ગુજરાત બોર્ડ ધોરણ-10નું 83.86 ટકા પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા 1.30 ટકા ઊંચું રહ્યું છે.

ગુજરાત બોર્ડ ધોરણ-10નું 83.86 ટકા પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા 1.30 ટકા ઊંચું રહ્યું છે. આ વર્ષે પણ 88.28% સાથે દીકરીઓએ બાજી મારી છે, જે દીકરાઓ કરતા 8.16 ટકા વધુ છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા 90.85ટકા સાથે પ્રથમ અને પંચમહાલ સૌથી પાછળ રહ્યું છે. ગાંધીનગરનું અજોલ કેન્દ્ર 100ટકા પરિણામ સાથે ઝળક્યું છે. આ વર્ષે 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 1697 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જોકે 39 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે.




