મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત ATSએ મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટ કાંડમાં સાયન્સ સિટી પાસેથી કરી ધરપકડ

ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહી કરતા નકલ

તસવીર: gstv

ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહી કરતા નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની સાયન્સ સિટી પાસેથી ધરપકડ કરી છે. વર્ષ ૨૦૨૩ના EDના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હરિકેશનો અસલી પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં, તેણે દિલ્હીના એજન્ટ મારફતે ₹૨૫ લાખ આપીને આગ્રાના સરનામે ગાઝિયાબાદ RPOમાંથી નકલી પાસપોર્ટ મેળવ્યો હતો. આ માટે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં પાસપોર્ટ ખોવાયાની ખોટી ફરિયાદ પણ કરી હતી. આ નકલી પાસપોર્ટના આધારે તેણે દુબઈ, બેંગકોક અને સિંગાપોર જેવા દેશોનો પ્રવાસ કર્યો હતો. તપાસમાં ખોટી કંપનીઓ અને મ્યુલ એકાઉન્ટ્સ પણ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો