મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Kheda / GSPCની ગેસ લાઈન તૂટતા સર્જાયો ભારે ટ્રાફિક જામ, ટ્રાફિક ક્લિયર કરાવવાનું કહેતા એન્જિનિયરની બસ કંડક્ટર સાથે ઉદ્ધતાઈ

નડિયાદ શહેરના ડી માર્ટ પાસે GSPC ની ગેસ લાઈન તૂટવાને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જામમાં એન્જિનિયરની ઉદ્ધતાઈ

નડિયાદ શહેરના ડી માર્ટ પાસે GSPC ની ગેસ લાઈન તૂટવાને કારણે સર્જાયેલા ભારે ટ્રાફિક જામમાં એન્જિનિયરની ઉદ્ધતાઈ સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગેસ લાઈન તૂટવાને લીધે વાહનચાલકો અને પેસેન્જરો કલાકો સુધી અટવાયા હતા. જે દરમિયાન એક સિનિયર બસ કંડક્ટરે ટ્રાફિક ક્લિયર કરાવવા બાબતે GSPCના એન્જિનિયરને વિનંતી કરી હતી. જોકે, એન્જિનિયરે સહકાર આપવાને બદલે હું ટ્રાફિક પોલીસ કે તારો નોકર નથી જેવા અપમાનજનક શબ્દો બોલતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક તરફ રસ્તા ખોદકામ સમયે કોઈ કર્મચારી સ્થળ પર હાજર ન હોવાથી જીએસપીસીની ગંભીર બેદરકારી છતી થઈ છે. તો બીજી તરફ ઘટનાસ્થળે પહોંચેલા એન્જિનિયરે મીડિયાને ઇન્ટરવ્યુ આપવાનો પણ ધરાર ઇનકાર કરી દીધો હતો. તંત્રની આ લાપરવાહી અને અધિકારીના અહંકારી વર્તનને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો