VIDEO: ૧૪૯મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ!
અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ૧૪૯મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ પૂરજોશમા

અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ૧૪૯મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અખાત્રીજના શુભ દિવસથી શરૂ થયેલી ભગવાનના વિશેષ વાઘા બનાવવાની કામગીરી હવે સંપૂર્ણ રીતે આટોપી લેવામાં આવી છે.. અમાસના નેત્રોત્સવ વિધિથી લઈને અષાઢી બીજ અને એકમ સુધીના તમામ દિવસોના વસ્ત્રો કારીગરો દ્વારા ખૂબ જ ભક્તિભાવપૂર્વક તૈયાર કરાયા છે. આ વસ્ત્રો બનાવવા માટે ખાસ કાપડ વૃંદાવન, સુરત અને બનારસથી મંગાવવામાં આવ્યું છે, જેમાં આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્ક તેમજ રાજસ્થાની ગોતા-પત્તી વર્કનો બારીકાઈથી ઉપયોગ કરાયો છે.. આ વર્ષે ભક્તોને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દક્ષિણ ભારતીય આભૂષણોમાં અલૌકિક દર્શન કરવાનો લહાવો મળશે. રથયાત્રાની વહેલી સવારે મંગળા આરતીના સમયે ભગવાન લાલ રાજશાહી આભૂષણ અને તેવા જ ભવ્ય વાઘામાં ભક્તોને દર્શન આપશે. જ્યારે રથયાત્રાના મુખ્ય દિવસે પ્રભુ ગુલાબી વેલ્વેટમાં રેશમ અને દોરી વર્કના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને નગરચર્યાએ નીકળશે. ઉત્સવના આગળના એટલે કે ત્રીજના દિવસે ભગવાન બનારસી પાઘડી અને મલ્ટી બનારસી સિલ્કના વાઘા પહેરીને ભક્તોને ધન્ય કરશે…




