મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં ભવ્ય દેખાવ

રાજસ્થાનના કોટા ખાતે નીટ પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા

તસવીર: gstv

રાજસ્થાનના કોટા ખાતે નીટ પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે નીટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં પેપર લીક થવાથી લાખો મહેનતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે અને સરકારે તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ. દેખાવ બાદ આવેદનપત્ર પાઠવીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

આ સમાચાર શેર કરો