મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત હાઈકોર્ટમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધી

તસવીર: gstv

અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના હસ્તે હાઈકોર્ટ પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો, પૂર્વ ન્યાયાધીશો તેમજ એડવોકેટ જનરલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ દેશની એકતા અને અખંડિતતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ સહિત હાઈકોર્ટના ન્યાયાધીશોએ પરિસરમાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો