VIDEO: સરકારની સલામત સવારી રસ્તામાં બંધ પડી, મુસાફરોએ લગાવ્યા ધક્કા
સરકારની સલામત સવારી એસ.ટી.બસ સાથે કઈક ને કઈક ઘટનાઓ બનતી રહે છે જે હવે જનતા માટે સામાન્ય બા
સરકારની સલામત સવારી એસ.ટી.બસ સાથે કઈક ને કઈક ઘટનાઓ બનતી રહે છે જે હવે જનતા માટે સામાન્ય બાબત બનતી જઈ રહી છે. આવી જ એક ઘટના બની છે ખંભાળિયામાં, જ્યાં એસ.ટી.બસ બંધ પડી જતાં મુસાફરોએ લગાવ્યા ધક્કા.
ખંભાળિયા બસ સ્ટેન્ડની નજીક એસ.ટી.બસમાં ખામી સર્જાઇ હતી જેના કારણે બસ રસ્તામાં જ બંધ પડી ગઈ હતી. જામનગર-પોરબંદર રૂટની આ બસને ચાલુ કરવા ખુદ બસમાં સવાર મુસાફરોએ બસને ધક્કા લગાવવા પડ્યા હતા. માર્ગ પર જ બસ બંધ પડી જતાં મુસાફરો રઝડતા થયા હતા. સોશિયલ મીડિયા પર મુસાફરોની હેરાનગતિનો આ વિડીયો થયો વાયરલ.




