VIDEO: ગુવાહાટીથી નેપાળ માટે માલગાડી શરૂ
અસમમાં ઉત્તર પૂર્વ સીમાંત રેલવે દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રેલવે દ્વારા ગુવાહાટીથી નેપાળ માટે સીધી

અસમમાં ઉત્તર પૂર્વ સીમાંત રેલવે દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રેલવે દ્વારા ગુવાહાટીથી નેપાળ માટે સીધી કન્ટેનર ફ્રેટ ટ્રેન નું સફળ સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ પહેલથી ભારત અને નેપાળ વચ્ચેના ક્રોસ-બોર્ડર વેપારને વેગ મળશે તેમજ આયાત-નિકાસ વધુ સરળ બનશે. રેલવેના આ પગલાથી ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વ્યાપારિક સંબંધોને મજબૂતી મળશે અને પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થશે. સ્થાનિક વેપારીઓમાં આ સેવા શરૂ થવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




