VIDEO: ભારત-નેપાળ બોર્ડર પર ઉઝબેકિસ્તાનની મહિલા ઝડપાઈ: ગુપ્તચર એજન્સીઓ એલર્ટ!
બિહારના પૂર્વી ચંપારણ જિલ્લામાં આવેલા રક્સોલ સરહદ પરથી સશસ્ત્ર સીમા બલના જવાનોએ

બિહારના પૂર્વી ચંપારણ જિલ્લામાં આવેલા રક્સોલ સરહદ પરથી સશસ્ત્ર સીમા બલના જવાનોએ ગેરકાયદેસર રીતે ભારત-નેપાળ સરહદ ઓળંગવાનો પ્રયાસ કરી રહેલી એક ઉઝબેકિસ્તાનની મહિલાને ઝડપી પાડી હતી . નિયમિત તપાસ દરમિયાન આ વિદેશી મહિલા પાસે સરહદ પાર કરવા માટેના જરૂરી અને માન્ય વિઝા કે દસ્તાવેજો મળી આવ્યા નહોતા, જેને પગલે સુરક્ષા દળોએ તાત્કાલિક તેની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ હતી અને મહિલાની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી . પ્રાથમિક શંકા મુજબ, મહિલા કોઈ મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્ક અથવા ગેરકાયદેસર ઘૂસણખોરીના રેકેટ સાથે જોડાયેલી હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે કયા હેતુથી અને કોની મદદથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી



