મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રવાસીઓ માટે ખુશખબર: સાસણ ગીર સફારી નિર્ધારિત સમય કરતાં ૮ દિવસ વહેલી શરૂ થઈ

ચોમાસું વહેલું પૂરું થતાં અને રસ્તા તથા કોઝવેનું કામ પૂર્ણ થઈ જતાં વન વિભાગ

તસવીર: gstv

ચોમાસું વહેલું પૂરું થતાં અને રસ્તા તથા કોઝવેનું કામ પૂર્ણ થઈ જતાં વન વિભાગ દ્વારા સાસણ ગીર જંગલ સફારી નિર્ધારિત સમય કરતાં ૮ દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે. હરિયાળા જંગલમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. અચાનક પ્રારંભ અને માહિતીના અભાવે ઓનલાઇન બુકિંગમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે પ્રથમ દિવસે ૧૫૦ માંથી ૨૬ પરમિટ બૂક થઈ અને ૧૨૪ પરમિટ ખાલી રહી. તેમ છતાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા અને અમદાવાદના પ્રિયાબા પરમારે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. ૧૬ થી ૨૭ ઓક્ટોબરનું બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધશે. વન વિભાગ દ્વારા ઓનલાઇન બુકિંગ ઉપલબ્ધ છે.

આ સમાચાર શેર કરો