Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Traffic Jam at 14,500 Feet Leaves Tourists Stranded at Adi Kailash

14,500 ફૂટની ઊંચાઈએ પહેલીવાર ટ્રાફિક જામ, આદિ કૈલાશમાં કલાકો સુધી ફસાયા પ્રવાસીઓ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
14,500 ફૂટની ઊંચાઈએ પહેલીવાર ટ્રાફિક જામ, આદિ કૈલાશમાં કલાકો સુધી ફસાયા પ્રવાસીઓ
સોર્સ : gstv

ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયી (High Himalayan) વિસ્તારમાં આવેલા આદિ કૈલાશમાં પહેલીવાર ટ્રાફિક જામ (Traffic Jam)ની સ્થિતિ સર્જાઈ છે. સમુદ્ર સપાટીથી આશરે 14,500 ફૂટની ઊંચાઈએ આવેલા આ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે મોટી સંખ્યામાં વાહનો પહોંચતાં રસ્તા પર લાંબી કતારો લાગી ગઈ હતી અને અનેક પ્રવાસીઓને કલાકો સુધી જામમાં ફસાવું પડ્યું હતું.

App Store

ભારે બરફવર્ષા બાદ રસ્તો સાંકડો બન્યો

આદિ કૈલાશ વિસ્તારમાં તાજેતરમાં ભારે બરફવર્ષા (Snowfall) થઈ હતી. જેના કારણે રસ્તા પર ત્રણથી ચાર ફૂટ સુધી બરફ જામી ગયો હતો. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા JCBની મદદથી રસ્તા પરથી બરફ હટાવીને વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, રસ્તાની બંને બાજુ મોટા પ્રમાણમાં બરફના ઢગલા હજુ પણ છે. તેના કારણે રસ્તાની અસરકારક પહોળાઈ ઘટી ગઈ છે અને સામેથી આવતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.

પ્રવાસીઓ વધતાં વાહનોનું દબાણ પણ વધ્યું

જામ પાછળ માત્ર બરફ જ નહીં, પરંતુ વધતી પ્રવાસીઓની સંખ્યા પણ મોટું કારણ બની રહી છે. ઐલાગાડ, કુલાગાડ, એસ બેન્ડ અને માલઘાટ જેવા વિસ્તારોમાં રસ્તો પહેલેથી જ સાંકડો છે. એકસાથે મોટી સંખ્યામાં ખાનગી વાહનો (Private Vehicles) પહોંચતાં ટ્રાફિક વ્યવસ્થાપન મુશ્કેલ બની જાય છે. એક જગ્યાએ વાહન અટકતાં તેની અસર પાછળ સુધી પહોંચે છે અને લાંબી કતાર સર્જાય છે.

ત્રણ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા ત્રણ ગણીથી વધુ

આદિ કૈલાશની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. વર્ષ 2023માં અહીં 10,079 પ્રવાસીઓ આવ્યા હતા. 2024માં આ સંખ્યા વધીને 29,423, જ્યારે 2025માં 31,558 થઈ હતી. વર્ષ 2026માં અત્યાર સુધીમાં આ સંખ્યા વધીને 61,950 સુધી પહોંચી ગઈ છે.

આદિ કૈલાશ માર્ગ ચીન સરહદ (China Border) સુધી પહોંચવા માટે મહત્વપૂર્ણ હોવા ઉપરાંત સામરિક દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે. BRO દ્વારા રસ્તાઓમાં સુધારા અને કેટલાક વિસ્તારોમાં ડામરીકરણ બાદ વાહનવ્યવહાર વધ્યો છે. હવે વધતા પ્રવાસન સાથે ટ્રાફિક મેનેજમેન્ટ (Traffic Management) પણ નવી પડકારરૂપ સ્થિતિ બની રહ્યું છે